|   Today : 03/12/2020       07:13:43    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

અટલજીની ભાણી ખુદ ભાજપથી ભારે નારાજ

૨૦૦૨ માં નરેન્દ્ર મોદીને રાજધર્મ બજાવવાની હિદાયત આપનાર ભાજપના પહેલા વડાપ્રધાન અટલજીની ભાણી કરુણા શુક્લાએ આજે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપતા ભાજપમાં નાનકડો બોમ્બ ફૂટ્યો જેની કોઈ અસર નેતાઓ પર દેખાઈ નહિ.

ભાજપને સત્તાના સિંહાસન સુધી દોરી જનાર દેશના એક સમયના સર્વાધિક સ્વીકૃત નેતા અટલજીની ભાણી ખુદ છત્તીસગઢથી સાંસદ રહી ચુક્યા છે. હાલમાં જ તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષપદે નિમાયા હતા. પક્ષમાંથી નારાજીનામું આપતા કરુણા શુક્લાએ અત્યંત ખેદપૂર્વક જણાવ્યું કે ભાજપ હવે સત્તા પ્રાપ્ત કરવા માંગતા અતિ મહત્વાકાંક્ષી લોકોની પાર્ટી બની ગઈ છે જેમાં આમ આદમીના અવાજને દબાવી દેવામાં આવે છે.

કરુણા શુક્લાના રાજીનામાના સમાચાર જો કે મોદીની રાજસ્થાનની રેલી અને અન્ય બ્રેકીંગ ન્યુઝમાં દબાઈkarunashukla ગયા.

Share:

Comments are closed

Photo Gallery